મોરબી શહેર પાણી પુરવઠા યોજના નંબર 2 નજરબાગમાં માળિયા વનાળીયા, રામદેવ નગર, શકતી સોસાયટી, ઉમિયા નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે જે વિસ્તારોમાં તંત્રની બેદરકારીને કારણે પાણીની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહેલ નથી આ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખી કનેક્શન આપવામાં આવેલ છે પરંતુ વાલ્વ નો પ્રશ્ન મુખ્ય હોય જેથી લોકોને પાણી મળતું નથી જેના કારણે આવી અસહનીય ગરમીમાં લોકોને પાણી ન મળવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે નજરબાગ સંપથી આ વિસ્તારની પાઇપલાઇનનો વાલ્વ નિયમિત ખોલવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે