મોરબી જિલ્લા રેકર્ડ શાખામાં અંદાજિત 15 થી 20 પંખાઓને લાઈટો આવેલ છે જે ઓફીસ ચાલુ થયાના સમયથી બંધ થયા સુધી સતત ચાલુ રાખવામાં આવે છે તેમજ આ રેકોર્ડ શાખાની બહાર અરજદારશ્રીઓ માટે એક પણ પંખા ની વ્યવસ્થા કરવામાં આવેલ નથી ત્યારે આવી અસહનીય ગરમી ના કારણે અરજદારશ્રીઓ ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક કચેરીઓના લાઈટ બિલ ની રકમ પ્રજાના ટેક્સમાંથી ચૂકવવામાં આવતી હોય છે. ત્યારે એ જ પ્રજાને ગરમીમાં બેસવું પડે છે.
ઉપરાંત જિલ્લા નિરીક્ષક સાહેબને રજૂઆત કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા જણાવ્યું હતું કે જમીન શાખા ના રેકોર્ડ જેવા કે ટિપ્પણી, માપણી સીટ અરજદારશ્રીઓને અરજી કર્યાના 10 થી 15 દિવસ બાદ આપવામાં આવે છે પરંતુ કચેરીના અમુક કર્મચારીઓ પોતાના અંગત અરજદારો અને સર્વેયરશ્રીઓ ને અરજી કર્યાના સમયથી એક કે બે દિવસમાં આધાર પુરાવા પુરા પાડવામાં આવે છે જેથી અન્ય અરજદારશ્રીઓને સર્વેયરશ્રીઓ સાથે કયા કારણોસર ભેદભાવ કરવામાં આવે છે જેની તટસ્થ તપાસ કરવા તેમજ અરજદારશ્રીઓ તથા સર્વેયરશ્રીઓ ની અરજીમાં ફરજિયાત અરજી ની તારીખ નખાવવા વિનંતી છે. તદુપરાંત રેકર્ડ શાખા ની બહાર બે પંખા નાખી આપવા અને બિનજરૂરી લાઈટ પંખા બંધ રાખવા રજૂઆત કરવામાં આવી છે.