ખેડવાની જમીન બાબતે બે શખ્સોએ દંપતીને માર માર્યો

Advertisement
Advertisement

હળવદ તાલુકાના દિઘડીયા ગામે ખેડવાની જમીન બાબતે બે શખ્સોએ દંપતીને માર માર્યો હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા કાળુભાઇ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૪૦) એ આરોપી ઠાકરીશીભાઈ ભીખાભાઈ મકવાણા, અને દેવરાજભાઈ ઠાકરીશીભાઈ મકવાણા રહે. બંને દિઘડીયા ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં આરોપીઓએ જમીન ખેડાણ કરવા બાબતે અગાઉ બન્ને વચ્ચે બોલાચાલી થયેલ જે બાબતનુ જુનુ મનદુખ રાખી આરોપી દેવરાજભાઈએ ફરીયાદિને માથે તથા પીઠના ભાગે લોખંડનો પાઇપ મારી મુઢ ઇજા કરી અને આરોપી ઠાકરીશીભાઈએ આરોપી દેવરાજભાઈ પાસેથી લોખંડનો પાઇપ લઇ ફરીયાદિના પત્ની કાંતાબેનને લોખંડના પાઇપ વતી પીઠના ભાગે મારી મુઢ ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર કાળુભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.