મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ સીરામીક ફેક્ટરીના શેડમાં કામ કરતી વેળાએ નીચે પડી જતા 55 વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ કેપટ્રોન સિરામિક ફેકટરીના શેડમાં કામ કરી રહેલા મહાદેવભાઈ કનુભાઈ પાટડીયા ઉ.55 રહે. ઇન્દિરાનગર, મોરબી નામના આધેડનું ઉંચાઈ ઉપરથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.