મોરબીના વીસીપરા વિસ્તારમાં વિજયનગરમાં લોડીંગ રીક્ષા ચાલકે નવ વર્ષના બાળકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાળકનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે બાળકની માતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં જીજે – 06 – વાય – 9213 નંબરની બ્લ્યુ કલરની લોડિંગ રીક્ષાના ચાલકે શેરીમાં રમતા સુલતાન જાવીદભાઈ સુમરા ઉ.9 નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી મૃત્યુ નિપજાવી રીક્ષા રેઢી મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના માતા નાજીયાબેન જાવીદભાઈ સુમરાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.