મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રણછોડનગર મફતીયાપરા ના રહેણાંક મકાનમાંથી મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂના ચપલા તેમજ બિયર ના ટીન ઝડપી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ રણછોડનગર મફતિયાપરામાં રહેણાંકમાં એલસીબી ટીમે બાતમીને આધારે આરોપી અનિલ મોહનભાઇ ચૌહાણના રહેણાંકમા દરોડો પાડી વિદેશી દારૂના 81 ચપલા કિંમત રૂપિયા 8100 તેમજ બિયરના 35 ટીન કિંમત રૂપિયા 3500 અને 500 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. વધુમાં આરોપી અનિલ વિદેશી દારૂ બિયરનો આ જથ્થો આરોપી મહેબૂબ સુલેમાન સુમરા રહે.રણછોડનગર વાળા પાસેથી ખરીદ કર્યાનું કબુલતા પોલીસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.