ટંકારા પોલીસ મથક સામે ટ્રક ચાલકે બે કારને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે બંને કારમાં નુકસાન થતાં ટ્રક ચાલક વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ મથકમાં સામે જીજે – 32 – ટી – 4648 નંબરના ટ્રક ચાલક જેસિંગભાઈ દાસાભાઈ વાજાએ ફરિયાદી મિલનભાઈ રામજીભાઈ રાજપરા રહે. ખેવારીયા વાળાની જીજે – 36 – એએલ – 0253 નંબરની આર્ટિકા કારમાં તેમજ સાહેદની જીજે – 36 – એએલ – 4599 નંબરની ફોર્ચ્યુનર કારમાં નુકશાન કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.