મોરબી તાલુકા પોલીસે લીલાપર રોડ પર આવેલ પેપર મિલ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ તીર્થક પેપરમીલ નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અક્ષયભાઇ ચતુરભાઇ જખવાડીયા, અજયભાઇ શાંતીલાલ જખવાડીયા અને સુનીલભાઇ પ્રેમજીભાઇ કાવઠિયા રહે. તીર્થંક પેપરમિલની ઓરડી વાળાઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 960 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.