પત્ની દ્વારા બાળકને ઠપકો આપતા પતિ પત્ની વચ્ચે બોલા ચાલી થતા આ બાબતે લાગી આવતા પત્નીએ પંખા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામા મનીષ વિદ્યાલય પાસે રહેતા મંજુલાબેન દુદાભાઈ રાવા ઉ.35 નામના મહિલા છોકરાને ઠપકો આપતા તેમના પતિ દુદાભાઈ રાવાએ ઠપકો આપવાની ના પાડતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાબતે લાગી આવતા મંજુલાબેને ઘરના રૂમમાં પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા પ્રથમ રાજકોટ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.