મોરબીના નાનીવાડી પીપળાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે જયશક્તિ સોસાયટીમાં પીપળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસિયાણી અને આરોપી મંગલગીરી પરસોત્તમગીરી ગૌસ્વામીને સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.