વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કામદારને “તુ અહી બરાબર સફાઈ કરતી નથી”એમ કહી લાકડી વડે મૂઢમાર મારતા આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરની મુખ્ય બજારમાં મેહુલ ટેલિકોમની સામેની શેરીમાં વાંકાનેર નગર પાલિકાના હંગામી સફાઈ કામદાર શારદાબેન ચેતનભાઈ ચૌહાણ કામ કરતા હતા ત્યારે આરોપી સવજી જેઠાભાઇ સારેસાએ શારદાબેનને તું અહીં બરાબર સફાઈ કરતી નથી તેમ કહી ગાળા ગાળી કરી લાકડી વડે આડેધડ મૂંઢ માર મારતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.