(મુકેશ પંડ્યા વાંકાનેર)
વાંકાનેર : શહેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા સમાજ લક્ષી વિવિધ આયોજનો કરવામાં આવે છે ખાસ કરીને આરોગ્ય લક્ષી કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવે છે જેમાં નિદાન સારવાર તેમજ સલાહ સાથે જરૂરી દવાઓ નિશુલ્ક આપવામાં આવે છે. ત્યારે આગામી તા ૨ જૂનના રોજ કેનેડા સ્થિત હરેન્દ્રભાઈ પ્રભાશંકર ઉપાધ્યાયના સૌજન્યથી વધુ એક આરોગ્ય લક્ષી નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા ૨ જૂનના રોજ આર્યુવેદિક દંત ચિકિત્સા તથા સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું છે જેમાં દર્દીના દર્દનું નિદાન , સારવાર તેમજ સલાહ સાથે જરૂરી દવાઓ નિશુલ્ક આપવામાં આવશે. કેમ્પ ઔદિચ્ય બ્રહ્મ સમાજ ભોજનશાળા ખાતે તા. ૨ જૂનને રવિવારે સવારે ૯ થી ૧ સુધી દર્દીઓને ચેક કરવામાં આવશે. તો નિશુલ્ક કેમ્પમાં દર્દીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આયોજનને સફળ બનાવવા કેમ્પનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ અગાઉથી નામ નોંધણી કરાવવી જરૂરી છે જેના માટે પ્રશાંતભાઈ ઉપાધ્યાય 9428212344 , R.K. studio રાજુભાઈ રાવલ – 9428278687 તથા સમીરભાઈ રાવલ – 9426231150 નો સંપર્ક સાધવો.