મોરબીના રવાપર નજીકથી ipl મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પરથી એક એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં ઓનલાઇન ipl મેચ પર સટ્ટો રમતા એક ઈશમને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર થીમ હાઇટ્સના પાર્કિંગમાં ક્રેક ઓનલાઈન એપ્લિકેશનમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જ બેંગલુરુ વચ્ચે ચાલતી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા આરોપી વિનયભાઈ મગનલાલ મહેતા ઉ.55 નામના શખ્સને રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2500 તેમજ 8000 રૂપિયાનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં રાજકોટના ડીકે નામના શખ્સ પાસે રનફેરનો જુગાર રમતો હોવાની કબૂલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે જુગારધારા મુજબ ગુન્હો નોંધી વિનયભાઈની ધરપકડ કરી આરોપી ડીકેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.