હીટ વેવથી બચવા માટે જીલ્લા વહિવટી તંત્રે માર્ગદર્શિકા બહાર પાડી.

Advertisement
Advertisement

લૂ લાગવાની અસરથી બચવા તકેદારી રાખવા અંગે માર્ગદર્શન

હાલ સમગ્ર રાજ્યમા અગનવર્ષા થઈ રહી છે અને હજુ આગામી દિવસોમા પણ તાપમાન વધુ રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી હોવાથી જીલ્લા ડીઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા લોકોને પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતા પશુ-પક્ષી ઓને લૂથી બચવા – બચાવવા ના ઉપાયો સુચવી તેને અનુસરવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામા આવી છે.

 

રાજયમા હાલ ગરમીનો પારો સતત વધતો જતો હોય આકરા તાપ પ્રકોપ સામે સ્વ રક્ષણ કરવા માટે લોકો જાતે જાગૃત બની અગનવર્ષા થી પોતે બચે અને પશુ પક્ષી ઓને પણ બચાવી શકે એ માટે કાળઝાળ તડકામા સામે ઘરેલુ નુસ્ખા થી રક્ષણ મેળવી ગરમીનો ભોગ બનતા બચવા શુ કરી શકાય એની સમજ આપતી માર્ગદર્શિકા બહાર પાડી લોકો ને સચેત કરવા મોરબી જીલ્લા વહીવટી તંત્રે અનુરોધ કર્યો છે. જેમા, સૌ પ્રથમ તરસ ન લાગે તો પણ સતત પાણી પીતા રહેવા આરોગ્ય સલામતી ખાતર સલાહ સુચન કરાયુ છે. ઉપરાંત, ખબરોની અપડેટ્સ માટે રેડિયો સાંભળવો, ટી.વી. જોવુ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાનપત્રો વાંચતા રહેવા,હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી, વાઈ, હૃદય, કીડની કે યકૃતને લગતી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉક્ટર ની સલાહ અચુક લેવા જણાવાયુ છે. ઉપરાંત, જયા શ્રમિકો, કામદારો કામ કરતા હોય એવા દરેક સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવા અને સ્થાન પર પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી, કાર્ય કરતી વખતે સીધો સૂર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિ ટાળવી, સખત મહેનતનુ કામ દિવસના ઠંડા સમયે જ ગોઠવવા, અને જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમા કાર્ય કરવા ટેવાયેલા નથી તેઓને હળવુ તેમજ ઓછી અવધિ માટે કામ આપવા અનુરોધ કરાયો છે.લોકોને અગત્યના કામકાજ વગર બપોર ના સમયે ઘરની બહાર જવાનુ ટાળવા સલાહ અપાઈ છે. શરીરમા પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનુ ઓસામણ, નારીયેળ પાણી વગેરેનો ઉપયોગ વધુ ઉપયોગ કરવો, શરીરમાંથી પાણી નુ પ્રમાણ ઘટાડે એવા પિણા જેવા કે, શરાબ, કોફી, સોફ્ટ ડ્રીંકસ ન લેવા, પ્રોટીનની વધુ માત્રા વાળા તળેલા અને મસાલેદાર ખોરાક લેવાનુ ટાળવું, વજનમા તેમજ રંગમા હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરવા, જો ઘરની બહાર જવાનુ થાય તો, માથાનો ભાગ કપડા, છત્રી- ટોપીથી ઢાંકવા, આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવા, ઉઘાડા પગે ઘર બહાર ન નિકળવુ, ગૃહિણીઓએ રસોઈ કરતી વખતે હવાની અવરજવર માટે ઘરના બારી દરવાજા ખુલ્લા રાખવા, બાળકો, વૃધ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેઓએ વિશેષ કાળજી રાખવી, જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો, શરીરમાં પાણીનુ પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ. અથવા લીંબુ સરબત જેવુ પ્રવાહી આપવુ, આવી વ્યક્તિ ને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જવા, શરીરનુ તાપમાન સતત વધતુ હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય. ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયા હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી નજીક ની હોસ્પિટલ પહોંચી જવુ, કૃષિપાલકો એ પાક ને હળવુ અને વારંવાર સિંચન કરવુ, પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો, નિંદામણ કરીને જમીનના ભેજનુ પ્રમાણ જાળવવુ, વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરવી,જો તમારો વિસ્તાર હીટવેવ કે લૂ ફૂંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિંકલરથી સિંચાઈ કરો, પશુઓને છાયડામા રાખી તેને શુધ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમા આપવુ,તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લેવુ, પશુઓના આશ્રય સ્થાનનુ તાપમાન ઓછુ કરવા માટે તેની છત ને ઘાસની ગંજી થી ઢાંકવુ, પ્રોટીન ચરબી વગરનો આહાર આપવો ખનીજ દ્રવ્યયુક્ત ખોરાક આપવો ઉપરાંત, પાર્ક કરેલા વાહનમા પાલતુ પ્રાણી કે બાળકો ને એકલા ન રાખવા, વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળી અને જરૂર ન હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણ ને બંધ રાખવા સહિત ના આરોગ્ય જાળવવા સંબંધીત માર્ગદર્શન અપાયુ છે.