માળીયા મિયાણા – કચ્છ હાઇવે ઉપર આવેલ દેવસોલ્ટ નામની ફેકટરીમાં કામ કરતા રાજસ્થાનના યુવાનનું છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા – કચ્છ હાઇવે ઉપર આવેલ દેવસોલ્ટ નામની ફેકટરીમાં કામ કરતા લોકેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ ઉ.31 નામના રાજસ્થાનના વતની યુવાનને અચાનક કમરમાં દુઃખાવો ઉપડયા બાદ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન છાતીમાં દુઃખાવો ઉપડતા હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.