યુવાનીના ઉંબરે પગ મુકતો આશાસ્પદ યુવાનનુ મોત થતા માલધારી સમાજમા ભારે ગમગીની છવાઈ ગઈ..

ટંકારાના મિત્રો ઉનાળાની કાળઝાળ ગરમીમા રાહત મેળવવા નજીકમા આવેલી ઝીંઝુ નદી મા નહાવા માટે ગયા હતા. જેમા, શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નજીક ગોકુલનગરમા રહેતો તરૂણ વય નો ભરવાડ યુવક નહાતી વખતે નદીના ઉંડા પાણીમા ડુબી જતા યુવાનીના ઉંબરે પગ મુકતો આશાસ્પદ યુવાનનુ મોત નિપજ્યુ હતુ. ટંકારા પોલીસને બનાવ ની જાણ થતા ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
ટંકારા શહેરના ભરવાડ સમાજના તરૂણ વય ના મિત્રો સુર્ય નારાયણ દાદા ના આકરા પ્રકોપ થી રાહત મેળવવા માટે શહેર નજીક આવેલી ઝીંઝુ નદી મા નહાવા માટે ગયા હતા. જેમા, નગર ના મુખ્ય પ્રવેશદ્વાર નજીક હાઈવે કાંઠે આવેલા ગોકુલનગર ભરવાડ વાસ પર રહેતો ભરવાડ કેવલ દિનેશભાઈ ઝાંપડા નામનો યુવાનીના ઉંબરે પગ મુકતો આશાસ્પદ તરૂણ નહાતી વખતે ઓચિંતા ઉંડા પાણીમા ડુબકી લગાવ્યા બાદ પાણીમા ગરક થઈ જતા ડુબવા લાગ્યો હતો. બચાવવા હવાતીયા માર્યા હોય પરંતુ અનેક પ્રયાસો કરવા છતા નિકળી શકયો નહોતો. અને પાણીમા ડુબીને મોતને ભેટયો હતો. નદી મા નહાવા જતા મોતને ભેટેલા યુવાનના મોત થી માલધારી સમાજમા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસને બનાવની જાણ થતા ઘટનાની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.