વાવડી ચોકડી નજીક થી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી ચોકડી નજીક થી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીગ મા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી માળીયા હાઇવે તરફ થી સ્વીફ્ટ કાર મોરબી તરફ આવતી હોય જેથી કારની વોચ રાખતા બાતમી વાળી કાર વાવડી ચોકડી ઓવરબ્રીજ પાસેથી મળી આવતા સ્વીફટ કાર નં. GJ-16- BK-4901 માથી રેઇડ દરમ્યાન વિદેશી દારૂની બોટલો નંગ-૩૩૬ કિ.રૂ.૧,૩૩,૨૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય તેમજ સ્વીફટ કારની કી.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. તેમજ માલ મોકલનાર મળી આવેલ ન હોય જેથી આરોપી રૂગારામ ચેતનરામ મેઘવાળ રહે. વાંકલપુરા મહાબારા તા.જી. બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી પાડી તથા આરોપી સુરેશભાઇ કાગા રહે.મિઠરૌ તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન (માલ મોકલનાર અટક કરવા પર બાકી)વાળા વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.