મોરબી જીલ્લામાં નદી અને તળાવમાં ન્હાવા જતા ડૂબી જવાથી મોતના કિસ્સાઓ વધી રહ્યા છે હજુ તો સપ્તાહ પૂર્વે જ નવા સાદુળકા નજીક નદીમાં ન્હાવા ગયેલ સાત પૈકી ત્રણના ડૂબી જતા મોત થયા હતા તો આજે માળિયાના વર્ષામેડી ગામમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા મેહુલ ભૂપતભાઈ મહાલીય (ઉ.વ.૧૦), શૈલેષ અમરશીભાઈ ચાવડા (ઉ.વ.૦૮) ગોપાલ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.૧૨) એમ ત્રણ બાળકો ગામમાં આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા અને કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા ત્રણેય બાળકોના મોત થયા હતા જે બનાવને પગલે ત્રણેય બાળકોના મૃતદેહ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
માળિયા તાલુકાના નાના એવા વર્ષામેડી ગામમાં ત્રણ ત્રણ માસૂમ બાળકોના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તો ત્રણેય બાળકોના પરિવારજનોમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા મોરબી જીલ્લામાં યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતમાં બાળક સહીત ચારના મોત, અપમૃત્યુના બનાવમાં ચાર વ્યક્તિના મોત થયા હતા તો બપોરે તળાવમાં ન્હાવા ગયેલ ત્રણ બાળકોના ડૂબી જતા મોત થયા છે ત્યારે કુલ ૧૧ વ્યક્તિના એક જ દિવસમાં મોત થયા હતા