મોરબીના બેલા ગામ નજીક થી કારમાં લઈ જતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે હાલ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. GJ-07-DA-0050 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી ખોખરા હનુમાન તરફથી માળીયા-મોરબી હાઇવે તરફ જનાર છે. આ બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે વોચ ગોઠવતા આ કાર મળતા ચેક કરતા કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૮ કિં.રૂ.૭૭,૫૨૦/- તથા બીયર નંગ-૧૭૪ કિં.રૂ.૧૮,૩૦૦/- મળી ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયર નંગ-૪૩૨ ફૂલ કિ.રૂ.૯૫,૮૨૦/- અને કાર મળી કુલ રૂ.૩,૯૫,૮૨૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.