ટીંબડી પાટીયા નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા નાગડાવાસના વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – કચ્છ હાઇવે ઉપર ટીંબડી પાટિયા નજીક જીજે – 36 – વી – 9924 નંબરના ટ્રક ચાલકે બાઈક લઈને જઈ રહેલા મેણંદભાઈ રવાભાઈ કુવાડિયા ઉ.67 રહે. જસદણ મૂળ રહે. જુના નાગડાવાસ નામના વૃદ્ધને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર નારણભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.