ટંકારા ના છતર ગામેથી ટ્રેક્ટર તેમજ ટ્રોલી ની ચોરી

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના છતર ગામ નજીકથી ટ્રેક્ટર તેમજ ટ્રેક્ટરની ટ્રોલી અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા હોય ત્યારે આ બાબતે ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામની સિમમાંથી અજાણ્યા તસ્કરો જયેશભાઇ અમરશીભાઈ પનારા રહે. રવાપર ગામ, મોરબી વાળાની માલિકીનું 2.50 લાખનું ટ્રેકટર તેમજ 50 હજારની ટ્રોલી ગત તા. 27 એપ્રિલના રોજ ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.