
ટંકારાના છતર ગામ નજીકથી ખુલ્લા મેદાનમા પાર્ક કરેલા ટ્રોલી સાથે ટ્રેક્ટર ને મધરાતે કોઈ ચોરી કરી બઠાવી ગયા અંગેની ટંકારા પોલીસમા ટ્રેક્ટર માલિકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા છતર ગામ નજીક આવેલ જીઆઈડીસી પાસે પેવર બ્લોક બનાવવા નુ કામકાજ કરતા મોરબીના રવાપર રહેતા જયેશ અમરશી પનારાએ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેઓ છતર જીઆઈડીસી પાસે પેવર બ્લોક બનાવવા નુ કામકાજ કરતા હોય ધંધા ના ઉપયોગ માટે ટ્રેક્ટર અને ટ્રોલી ધંધા ના ઠેકાણે રાખેલ હોય દરરોજ રાત્રે કામકાજ નિપટાવી ધંધાનુ વાહન ત્યા ખુલ્લા મેદાનમા પાર્ક કરી પોતે ઘરે જતા રહેતા હોય છે. પરંતુ ગત તા. ૨૭ એપ્રિલ ના કોઈ તસ્કરો તેનુ રૂપિયા ત્રણ લાખ નુ ટ્રેક્ટર ટ્રોલી સહિત ઉઠાવી ગયા હતા. શરૂઆતમા ઘરમેળે છાનભીન કર્યા બાદ ન મળતા ટંકારા પોલીસમા વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.