સાપર ગામની સીમમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ગાડીમાંથી 50 બોટલ દારૂ મળ્યો

Advertisement
Advertisement

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં નંબર પ્લેટ વગરની ગાડીમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની 50 બોટલ કબજે કરવામાં આવી છે. ત્યારે ગાડીનો માલિક મળી ન આવતા તેની શોધખોડ શરૂ કરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સાપર ગામની સીમમાં બ્લ્યુ ગ્રેસ સિરામિક સામે આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી નંબર પ્લેટ વગરની મારુતિ સુઝુકી બલેનો કારમાંથી વિદેશી બ્રાન્ડની 50 બોટલ કબ્જે કરી 17,140ની કિંમતનો દારૂ તેમજ રૂપિયા 3 લાખની કિંમતની કાર કબ્જે કરી કાર માલિકની શોધખોળ શરૂ કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.