મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડ નગર માં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત સાત પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નવલખી રોડ ઉપર રણછોડનગરમા સાંઈબાબા મંદિર પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી અલીમામદભાઇ જુમાભાઇ સુમરા, નુરમામદભાઇ મહમદહાસમ બુખારી, શૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાયચા, શેરબાનુબેન રફીકભાઇ પઠાણ, રેશ્માબેન ઉર્ફે રસીદાબેન સદામભાઇ પઠાણ, દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઇ વાણીયા અને લલીતાબેન ઉર્ફે લીલાબેન શાંતીલાલ મારૂને રોકડા રૂપિયા 13,380 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.