ટંકારા: હાથ ઉછીના નાણા ની ઉઘરાણી મામલે લેણીયાતે ચાર શખ્સો સાથે હાઈવે પર આંતરી દેણદારને લમધારી નાંખ્યો 

Advertisement
Advertisement
મોરબીના મહેન્દ્રનગર ગામના યુવકને ઉછીના નાણા પરત કરવા માટે મુદ્દત માંગતા અવધિ ને બદલે ગડદા પાટુ અને લાફા મળ્યા.
ઉછીના લીધેલા નાણા પરત આપવા મામલે વિલંબ થતા લેણદારે પોતાના ત્રણ મળતીયા સાથે મળીને મોરબીના મહેન્દ્રનગર ગામના યુવકને ટંકારા નજીક હાઈવે પર આંતરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા દેવાદારે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે પ્રભુકૃપા ટાઉનશીપ મા રહેતા જતીનભાઈ મનસુખભાઈ દેસાઈ નામના યુવકે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેણે ઈન્દ્રજીતસિંહ જાડેજા પાસેથી રૂપિયા સાડા ચાર લાખ હાથ ઉછીના લીધા હતા. નાણા લીધા ત્યારે પરત કરવા માટે ધીમે ધીમે પરત કરવાની સમજુતી કરી હતી. શુક્રવારે પોતે પત્ની સાથે પોતાના વાહન છોટાહાથી મા રાત્રીના સાડા નવ વાગ્યે દુધ વેંચી ને ટંકારા થી મોરબી પરત ફરી રહ્યા હતા એ વખતે ઓચિંતા હાઈવે પર પોતાના વાહન આડે બે કાર આડી ઉભી રાખી પોતાને આંતર્યા બાદ બંને કારમાથી ઈન્દ્રજીતસિંહ ઉપરાંત, દિવ્યેશ, અજયસિંહ અને એક અજાણ્યો શખ્સ સહિતના ચાર ઈસમો કાર માથી ઉતરી પોતાને વાહનમાંથી બહાર ઉતારી ઈન્દ્રજીતસિંહે ઉછીના રૂપિયા ની તાકિદ કરી કડક ઉઘરાણી કરતા પોતે મુદ્ત માંગતા લેણદાર ઉશ્કેરાઈને પોતાને બે ત્રણ લાફા ઝીંકી ઢીકા પાટુ મારી લમઢારવા લાગ્યા હોય આ દ્દશ્ય જોઈ પત્ની બચાવ કરવા પ્રયાસ કરતા ફરીયાદી ની પત્નીને અજયસિંહે દમદાટી મારી હતી. જતા જતા ચારેય શખ્સોએ નાણા તાત્કાલિક પરત નહીં મળે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ મામલે ભોગ બનનાર દેણદારે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.