વાવડી રોડ પર પુત્ર એ જ માતા – બહેનને ગાળો આપી પિતાને માર માર્યો

Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પર આવેલ કારિયા સોસાયટીમાં રહેતા માતા પિતાએ તેમના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્ર એ તેમની પાસે પૈસા માગ્યા હોય ત્યારે  પૈસા આપવાની ના પાડતા પુત્ર એ જ પિતાને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા માકઈબેન મેઘાભા જુવા ઉ.50 નામના મહિલાએ પોતાના પુત્ર અજિત મેઘાભા ગઢવી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે તેઓ, તેમના દીકરી રંજનબેન તેમજ પતિ મેઘાભા ઘેર હતા ત્યારે કઈ કામ ધંધો ન કરો તેમનો પુત્ર અજિત ઘેર આવ્યો હતો અને પૈસા માંગતા માકઈબેને પૈસા આપવાની ના પાડી હતી.પૈસા આપવાની ના પાડતા કપાતર પુત્રએ માતા અને બહેનને ગાળો આપવા લાગતા અજિતના પિતા મેઘાભાએ ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા અજિતે પિતા મેઘાભાને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને માકઈબેન તેમજ આડોશી પાડોશીઓએ મેઘાભાને બચાવતા આરોપી અજિતે પિતાને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ ગંભીર બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કપાતર પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.