ટંકારા તાલુકાના સજનપર PM SHRI શ્રી સજનપર પ્રા. શાળાનુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET-2024) ધો.5 અને ધો.8 નું ઝળહળતું પરિણામ

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના સજનપર PM SHRI શ્રી સજનપર પ્રા. શાળાનુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET-2024) ધો.5 અને ધો.8 નું ઝળહળતું પરિણામ

ધો.5 અને ધો.8 માં લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં શ્રી સજનપર પ્રા. શાળાના બાળકોએ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે અને ધો.5 માં 6 બાળકો ધો.6 થી 12 સુધીની રેસિડેન્સીયલ શાળામાં વિનામૂલ્યે પ્રવેશ માટે લાયક થયા છે જ્યારે ધો.8 માં 10 બાળકો રૂ. 94000 જેટલી સ્કોલરશીપ મેળવવા માટે લાયક થયા છે આ તકે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તમામ બાળકો અને આ બાળકોને આખું વર્ષ તૈયારી કરવાનાર તેમના માર્ગદર્શક શિક્ષકશ્રી *વિરામગામા મીનાબેન ડી. અને દેત્રોજા ભારતીબેન પી.* ને શાળા પરિવાર અને આચાર્યશ્રી અલ્પેશભાઈ પૂજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.