મોરબીના સેસન્સ કોર્ટ માંથી હળવદ તાલુકાના ચપણી ગામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના આરોપી પતિ અનિલભાઈ ગોવિંદભાઈ મકવાણા તથા જાગૃતિબેન કાળભાઈ રાઠોડનાઓનો નિર્દોષ છુટકારો.
હળવદ પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે તા.૨૫/૧૦/૨૦૧૮ ના કલાક ૧૧.૦૦ વાગ્યાના અરસામાં આ કામના ફરીયાદીની દીકરી હેતલબેનનાં આરોપી નં. ૧ અનીલભાઈ ગોવિંદભાઈ મકવાણા પતિ થતાં હોય અને આરોપી નં. ૧ તથા આરોપી નં. ૨ નાઓ સાથે લગ્ન બહારના જાતીય સબંધ હોય જે આ કામના મરણજનાર ને જાણ થતાં આરોપી ઓને આ આડા સબંધ ન રાખવા જણાવતાં આરોપીઓએ એકસંપ કરી એકબીજાને મદદગારી કરી આરોપી જાગૃતી કાળુભાઈએ આરોપી અનિલભાઈને ચડામણી કરી ઝગડાઓ કરી મરણજનાર ને નાની નાની બાબતે મેણા ટોણા મારી અસહય માનસીક તથા શારીરીક ત્રાસ આપતાં આરોપીઓ તરફથી આપવામાં આવતોમાનસીક તથા શારીરીક ત્રાસ મરણજનાર ફરીયાદીની દીકરીથી સહન નહી થતાંબન્ને આરોપીઓએ હેતલબેનને મરણ જવા મજબુર કરતા હેતલબેને પોતાના ઘરે બાથરૂમમાં આખા શરીરે કેરોસીન છાંટી સળગી જતા મરણ જતાં બન્ને આરોપીઓએ સદરહુ ગુનાહીત કૃત્ય કરવામાં એકસંપ કરી એકબીજાને મદદગારી કરતા, તે મતલબની કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.આ કામના ફરીયાદના આધારે હળવદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૦૬,૪૯૮(એ), ૧૧૪ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
સદરહુ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ શ્રી વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલેલ અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા.આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયા ‘સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં એવી દલીલ કરેલ કે ગુજરનારને સતત અને એકધારો દુખ-ત્રાસ હોય અને મરવા સીવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તોજ આ સેકસન નીચે ગુનો બને અને વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી શ્રી ધારદાર દલીલ કરેલી.
ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.