મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવા અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ એ કરી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે લગાવેલ હોર્ડિંગ્સ મોત સમાન બન્યા છે ત્યારે ગઈકાલે મહેન્દ્રનગર ચોકડી નજીક હોર્ડિંગ્સ ઉડતા એક બાઈક સવાર સાથે અથડાયું હતું પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ હોર્ડિંગ્સના કારણે કોઈ અકસ્માત ન બને તેને ધ્યાને લઈને મોરબી શહેરના સનાળા ગામથી ઉમિયા સર્કલ, ઉમિયા સર્કલ થી લીલાપર ગામ, નવા બસ સ્ટેશન થી મહારાણા પ્રતાપ સર્કલ હાઉસિંગ બોર્ડ સુધી, ત્રાજપર ચોકડી થી લાલપર ગામ સુધી, ત્રાજપર ચોકડી થી પીપળી ગામ સુધી, તેમજ ત્રાજપર ચોકડીથી ધરમપુર ટીંબડી ગામ સુધી હોર્ડિંગ્સ હટાવવા માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજ સિંહ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.



