મોરબી જિલ્લામાં મારામારી અને પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ચાર જેટલા આરોપીઓને પાસા તળે અટકાયત કરી અલગ અલગ જેલ હવાલે કરવામાં આવ્યા.
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને સુદ્રઢ બનાવવા અને ભૂતકાળમાં મારામારી તથા પ્રોહિબીશન સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા ગુનેગાર સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. તેને મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફથી મોકલાતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ મારામારી તથા પ્રોહિબીશન સંબંધી ગુનામાં સંડોવાયેલા વધુ ચાર શખ્સોના પાસા વોરટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.ત્યારે સાજીદ અલ્લારખાભાઈ લંજા (ઉ.વ.34) રહે. રાજકોટ જંકશન પ્લોટ શેરી નં.01 જી. રાજકોટને પ્રોહિબીશન ગુના હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ સુરત, મોસીન રફીકભાઈ કડીયા (ઉ.વ. 31) રહે. મોરબી વાવડી રોડ શુભમશેરી તા.જી.મોરબીને પ્રોહિબીશન ગુનામાં મધ્યસ્થ જેલ વડોદરા, ભાવેશ હરીશભાઈ ઉર્ફે હરેશભાઈ ચાવડા (ઉ.વ.31) રહે. સાપકડા તા. હળવદ જી.મોરબીને શરીરસંબંધી ગુનામાં મધ્યસ્થ જેલ વડોદરા, મુસ્તાક જુસબભાઈ કટીયા (ઉ.વ.23)ને રહે. મોરબી મચ્છીપીઠ દરગાહ રોડ જી. મોરબી પ્રોહિબીશન ગુનામાં જીલ્લા જેલ જુનાગઢમાં આજે પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.