ભૂલકાઓને મોબાઈલ ના વળગણ થી છોડાવી વિસરાઈ રહેલી શેરી રમતો હ્યદય મા કાયમ ચિરંજીવ રાખવા વિરપરના યુવકનો સરાહનીય પ્રયાસ

Advertisement
Advertisement
મુરઝાઈ રહેલી બાળપણની ક્રિડા ને તેલ સિંચવા..ગીલી દંડા, પકડદાવ, લખોટી, ક્રિકેટ સહિતની રમતો બાળ રાજાએ રમ્યા
કમ્પ્યુટર યુગે પ્રવેશ કરતા આજના ભૂલકાઓના દિમાગ માથી શેરી રમતો વિસરાઈ ગઈ હોય અને એ નિર્દોષ શેરીમા ખેલતુ કુદતુ ઉછળતુ બાળપણ દંતકથા બની રહેવાનુ મુખ્ય કારણ મોબાઈલ અને કોમ્પ્યુટર નુ વડગણ છે. હાઈટેક યુગ મા કદમ મિલાવવાની ઘેલછામા રાચતા વાલીઓની પોતાના વહાલસોયા પ્રત્યે ની બેદરકારી ને કારણે બાળારાજાઓ શેરી ગલી ની રમત વિસરીને માત્ર મોબાઈલ ની દુનિયા મા ઘેરાઈ રહ્યા છે. જેનાથી, રાષ્ટ્ર ના ભવિષ્ય સમા બાળકો નો માનસિક અને શારીરિક વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનુ નજરે પડે છે. પોતાના ગામડાના નિર્દોષ ભૂલકાઓને મોબાઈલ અને કોમ્પ્યુટરથી દુર રાખવા અને તેના સર્વાગી વિકાસ માટે તેની ભિતર મા છુપાયેલા કૌશલ્ય ને ખિલવવા માટે ટંકારા તાલુકાના વિરપર ગામના યુવકે ગામડાના ભૂલકાઓને એકઠા કરી વિસરાઈ રહેલી શેરી રમતો રમાડી બાળકો ને શારીરીક સશક્ત કરવા પ્લેટફોર્મ પુરૂ પાડવા સરાહનીય પ્રયાસ કર્યો હતો.
ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા નાનકડા વિરપર ગામે દાદુ ફાઉડેશન ચલાવતા કુલદીપ ચાવડાએ રાષ્ટ્ર ની અમુલ્ય સંપતિ ગણાતા ભૂલકાઓ જ ભારતનુ ભવિષ્ય છે. તેઓનો શારીરિક માનસિક વિકાસ મોબાઈલ અને કમ્પ્યુટર ના વડગણ થી રૂંધાઈ રહ્યો હોવાનુ નજરે નિહાળી હ્યદય દ્વવી ઉઠ્યુ હતુ. અને બાળકોને મોબાઈલ ની લત છોડાવવા શેરી રમતોમા મન પરોવવા પોતે ગામડાના બાળકોને એકઠા કરી વિસરાઈ રહેલી શેરી ગલીઓમાં રમાતી રમતો રમાડવા સમજાવી પાદર મા બાળકોને જુદી જુદી પ્રકારની શેરી રમતો રમાડી હતી. કુલદીપ નુ માનવુ છે કે, મોબાઈલ થી આખો દિવસ ઘર મા પુરાઈ ઈન્ડોર ગેમ્સ રમવાથી બાળક ના મગજ અને શારીરીક વિકાસ નો ગ્રોથ થતો નથી અને ઉલ્ટા નો વિકાસ રૂંધાઈ છે. એટલે ઉનાળાની સીઝન હોય સાંજે અથવા વહેલી સવારે વેકેશન ના સમયગાળા મા બાળકો અને વાલીઓની અનુકુળતા એ ગામડામા બાળકો કુદરતી વાતાવરણમાં એને મજા આવે એ શેરી રમતો રમે અને નિર્દોષ ધિંગામસ્તી કરતા કુદરતના ખોળે કિલ્લોલ કરતા રમે તો તેની ભિતર મા છુપાયેલુ કૌશલ્ય વિકસવા સાથે તેનો માનસિક અને શારીરિક વિકાસ પણ થાય એટલે પોતે પોતાના ગામડાના બાળકો માટે સમય શક્તિ બાળકો પાછળ ખર્ચી ભારતના ભવિષ્ય ને ઉજ્જવળ કરવા પ્રયાસ કરી રહ્યા છે.