માળીયા મીયાણા થી વાધરવા તરફ જવાના રેલવે ટ્રેક પર અજાણ્યો પુરુષ ટ્રેનની હડફેટે ચડી જતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે માળિયા પોલીસે મૃત્યુનોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણાથી વધારવા તરફ જતા રેલવે ટ્રેક ઉપર ફાટક નંબર 97 પાસે અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યો પુરુષ ભુજ – બરેલી એક્સપ્રેસ ટ્રેનની હડફેટે ચડી કપાઈ જતા આ અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા સ્ટેશન માસ્તરે માળીયા મિયાણા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.