લીલાપર ગામે રહેણાક મકાનમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળ્યો

Advertisement
Advertisement

મોરબીના લીલાપર ગામે આ કામના આરોપીના ઘરેથી મોરબી એલસીબી ટીમ 500 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઉપરાંત આ કામના આરોપી વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે રહેતો આરોપી નવઘણ ઉર્ફે નોંધો જેઠાભાઇ દેગામા પોતાના ઘરમાં દેશી દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે આરોપી નવઘણના ઘેર દરોડો પાડતા રહેણાંકના ઉપરના માળેથી બૂંગિયામા ભરેલ 500 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 10 હજારનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, આરોપી હાજર નહિ મળી આવતા એલસીબીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.