ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો મળી

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 16 બોટલો ટંકારા પોલીસે ઝડપી પાડી છે. ત્યારે આ કામના આરોપી વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે આરોપી ચતુર પ્રવીણભાઈ પંચાસરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી બ્રાન્ડની અલગ અલગ બ્રાન્ડની 16 બોટલ કિંમત રૂપિયા 5120 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.