સાદુળકા પાસે મચ્છુ ડેમમાં ન્હાવા પડેલ સગીર રહિત ત્રણેય યુવકોના મૃતદેહ મળ્યા

Advertisement
Advertisement

મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ-૨ડેમના દરવાજા ખોલતા મોરબી તાલુકાના સાદુળકા પાસેનો મચ્છુ-૩ ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા. જેમાં બુધવારે બપોરે બારેક વાગ્યા આસપાસ સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા પરમાર ચિરાગ તેજાભાઇ (ઉ.૨૦ વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (ઉ.૧૬ વર્ષ), ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (૧૭ વર્ષ) આ ત્રણ મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી મચ્છુ નદીમાં ડૂબેલા સગીર અને યુવાનને શોધવા માટે રાજકોટ મોરબી અને હળવદના તરવૈયાઓ દ્વારા સર્ચ ઓપરેશન કરી રાત્રે ફ્લડ લાઈટ લગાવીને શોધખોળ ચાલુ રાખી હતી. તેમજ મોરબી ફાયર વિભાગના ૧૨, રાજકોટ ફાયર વિભાગના ૬, મોરબીના સ્થાનિક સેવાભાવી ૧૨ તેમજ હળવદના ટીકર ગામના ૧૬ લોકો મળી કુલ કુલ ૪૬થી વધુ તરવૈયાઓ સાથે NDRF તથા SDRF ની ટીમો કામે લાગી હતી ત્યારે ગુરુવારે વહેલી સવારે ગૌરવ કિશોરભાઈ ભંખોડિયા (ઉ.૧૭) નામના સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ સાડા નવ આસપાસ ચિરાગ તેજાભાઇ પરમાર (ઉ.૨૦ ) અને બપોર સુધીમાં ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (ઉ.૧૬) નામના સગીરનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. મોરબી અને રાજકોટ ફાયર વિભાગ તથા NDRF તથા SDRF ની ટીમો તેમજ સ્થાનિક તરવૈયાઓની ભારે જેહમત બાદ મૃતદેહ મળી આવ્યા હતા.