વાંકાનેર તાલુકાના કાનપર ગામે બાળકને દડો વાગી જતા બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર રમતા રમતા દોઢ વર્ષના બાળક પ્રભાત હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરાને દડો વાગી જતા બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.