ટંકારા તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર લખધીરગઢ દ્રારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામા આવેલ

Advertisement
Advertisement

ઉપરોકત થીમ ને અનુસંધાને આજ રોજ ત-16/5/2024 ના રોજ તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા હેઠળના લજાઈ આરોગ્ય કેંન્દ્ર ના આયુષ્માન આરોગ્ય મંદિર લખધીરગઢ દ્રારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામા આવેલ.

વાહક જન્ય રોગો જેવાકે મલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ ના નિયંત્રણ અને અટકાયતી પગલા માટે લોકો એ શુ તકેદારી રાખવી તે બાબતે લોકોમાં જનજાગ્રુતિ લાવવા માટે પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્રારા લોકોમાં જનજાગ્રુતી લાવવા પ્રયાસ કરવામાં આવેલ. જેમાં લખધીરગઢ ગામની મુલાકાત દરમિયાન જૂથ ચર્ચા કરેલ. રેલી,પત્રીકા વીતરણ, વ્યક્તિગત સમ્પર્ક તેમજ જુથ ચર્ચા જેવા પ્રચાર પ્રસાર મધ્યમો દ્રારા લોકોમાં જનજાગ્રુતી લવવા માટે કામગીરી હાથ ધરેલ.

આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસશ્રી ડો. ડી.જી.બાવરવા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી પટેલ હિતેશ કે. તથા પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર લજાઈ ના મેડીકલ ઓફિસરશ્રી, ના માર્ગદર્શન દ્વારા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ના સુપરાઈઝર એમ. એસ. મોસત, આયુષ્યમાન આરોગ્ય મંદિર ના સી.એસ.ઓ વ્યાસ મીતાબેન, એમ. પી. એસ.ડબલ્યુ. જલ્પેશભાઇ લાધવા, એફ.એસ.ડબલ્યુ રવિનાબેન રાઠોડ તેમજ અલગ અલગ જુથ દ્વારા ચર્ચા થયેલ દરમિયાન ગ્રામજનો હાજર રહેલ.