નીચી માંડલ ગામે બે મકાનોમાં તસ્કરો ત્રાટક્યા

Advertisement
Advertisement

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે તસ્કરો ત્રાટક્યા ત્યારે બે જેટલા મકાનોમાં ચોરી કરવામાં આવી જેમાં 1.85 લાખ ના મુદ્દા માલની ચોરી અજાણ્યા તસ્કરો દ્વારા કરવામાં આવતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે હાઈસ્કૂલ પાછળ રહેતા પ્રકાશભાઈ મહેશભાઈ સોલંકીના મકાનની બારીના સળિયા તોડી અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળી 1.32 લાખની ચોરી કરી ગયા હતા. સાથે જ તેમના ઘર નજીક રહેતા સોમાભાઇના ઘરમાંથી તસ્કરો રૂપિયા 52,500ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી જતા ઘરફોડીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.