માત્ર વીસ મિનિટમા ઝંઝાવાતી પવન, વિજળીના કડાકા ભડાકા સાથે સવા ઈંચ કરા નો વરસાદે લોકો ને બિવડાવ્યા




ટંકારા મા ગુરૂવારે સવારથી જ સુરજદાદાના આકરા તેવર થી વાતાવરણમા ભારે ઉકળાટ અને બફારાથી લોકો આકુળ વ્યાકુળ થતા હતા. મધ્યાહન કાળે ગરમીનો પારો લગભગ ૪૩ પાર કરી ગયો હતો. ત્યા બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યા આસપાસ એકાએક વાતાવરણ પલટાયુ હતુ અને પવનની ગતિ ઓચિંતા વધતી જઈ ઝંઝાવાતી પવન ફુંકાવો શરૂ થયા સાથે ઓચિંતા કમોસમી વરસાદ જાણે ચોમાસુ હોય એમ આડેધડ કરા સાથે મુશળધાર દેવા માંડ્યો હતો. વાવાઝોડાની માફક ઝંઝાવાતી પવનની ધૂળ ઉડાડતી ડમરી સાથે તેજ પવનની ગતિથી ટંકારા ઉપરાંત, આસપાસના ગામડાઓમા કેટલાય મકાનના છાપરા ફેકટરીના શેડ ઉપરના પતરા ઉડાવી દેવાના દ્શ્યો જોવા મળ્યા હતા.માત્ર વિસેક મીનીટ મા પંથકમા ભારે નુકસાની થયાના અહેવાલો સાંપડયા હતા.


તા.૧૬ મી ને ગુરૂવારે બપોરે સાડાત્રણ પોણા ચાર વાગ્યા ના સુમારે સવારે ભારે ઉકળાટ અને બફારા બાદ ઓચિંતા વાતાવરણે પલટી મારી અને જોતજોતામા સરકારી ચોપડે નોંધાયેલા આંકડા પ્રમાણે ૩૩ મીમી પડેલા કમોસમી વરસાદ ના કરા સાથે ના જોરદાર ઝાપટા અને ઝંઝાવાતી પવન ના કારણે ટંકારા ઉપરાંત, કલ્યાણપર, હમીરપર, બંગાવડી, મિતાણા, જબલપુર, હિરાપર, સર્જાયા, હરબટીયાળી, જીવાપર સહિતના પંથકના અનેક ગામડે ભારે નુકશાન થયાના દ્શ્યો સામે આવ્યા હતા. ટંકારામા હાઈવે કાંઠે સર્વિસ રોડ પર આવેલા મફતીયાપરા મા વસતા સાધારણ પરીવાર ના રાજુભાઈ ગોસ્વામી ના મકાનની છત ઉપર મહાકાય સિરામીક ટાઈલ્સ કંપનીનુ હોર્ડીગ ત્રાટકતા ગરીબ પરીવારની છત મા નુકશાન થતા પરીવારના જયદીપભાઈ એ વલોપાત કરતા જણાવ્યુ હતુ કે, પરીવારના મહિલા સદ્સ્યો છત ઉપર સુકાતા કપડા લઈ ને નીચે ઉતર્યા બાદ બોર્ડ રૂપી મોત નો માંચડો નીચે પડતા બચાવ થયો હતો અને સદ્દનસીબે જાનહાની ટળી હતી. ઉપરાંત, ટંકારા કલ્યાણપર રોડ ઉપર આવેલા લક્ષ્મીકાંત કોટન જીનિંગ ફેકટરીમા આવેલા શેડ ના પતરા ઉડી જતા હજારો રૂપિયાનુ નુકસાન થયુ હતુ. કરા સાથે પડેલા વરસાદની સાથે વિજળીના કડાકા ભડાકા અને પવનની ગતી પણ અતી તેજ બનીને મિની વાવાઝોડાં જેવુ ચિત્ર ઉભુ થતા લોકો મા રીતસર નુ ભયનુ લખલખુ વ્યાપી ઞયુ હતુ. વાતાવરણના અકુદરતી બદલાવ થી પડેલા માવઠા થી થયેલા નુકશાનનો ભોગ બનેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના હિતનો વિચાર કરી સરકાર વિશેષ લાભ જાહેર કરે તેવી માંગણી ટંકારાના હમીરપરના ગેરેજ ચાલક પિયુષભાઈ ચિકાણીએ દોહરાવી હતી. ઉપરાંત, ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ગામડાના ચોક મા આવેલા રામજી મંદિર (ચોરો) ના નળીયા વાવોઝોડા ની ઝલકે ટપોટપ ઉડયા હોવાની માહિતી મુકેશભાઈ દુબરીયા અને પૂર્વ સરપંચ દિનેશભાઈ વાધરીયાએ આપી હતી. ગામડાની ગલીઓમા ધડાકા સાથે ટપોટપ નળીયા પડવા લાગતા ગામડાના લોકોમા ઘડીક વાર ગભરાટ ફેલાયો હતો.