વાંકાનેર ના જીનપરા વિસ્તાર નજીક પાંચ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી જનકભાઇ પરશોતમભાઇ બાવળીયા, સુનીલભાઇ રમેશભાઇ રાણેવાડીયા, રફીકભાઇ જુમાભાઇ કુરેશી, રમેશભાઇ રામજીભાઇ ડાભી અને હુશેનભાઇ વલીમામદભાઇ સેખાણી રોકડા રૂપિયા 12,100 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા. દરોડા બાદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.