કંડલા બાઇપાસ પર ધરમપુર ગામના પાટીયા નજીક ડમ્પર ચાલે કે બાઈક ચાલકને અડફેટે લીધો હતો ત્યારે બાઈક પર સવાર બે ને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે આ બાબતે ડમ્પર ચાલક વિરોધ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ ઉપર ધરમપુર ગામના પાટિયા નજીક જીજે – 36 – વી – 3974 નંબરના ડમ્પર ચાલકે સામેથી આવતા જીજે – 36 – એકે – 4703 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક જોડિયા તાલુકાના જસાપર ગામે રહેતા હસમુખભાઈ દામજીભાઇ તેમજ બાઈક પાછળ બેઠેલા દીપકભાઈ નાથાભાઈ અઘારાને ઇજાઓ પહોંચતા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.