આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના ગ્રીન ચોક નજીક મોચી શેરીમાં રહેતા અનિલાબેન જગદીશભાઈ સરવૈયા ઉ.60 નામના મહિલાને શ્વાસ ઉપડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.