ટંકારા: SSC મા 97.95 PR સાથે ઉત્તિર્ણ થઈ જય કક્કડે પરીણામ મા ના ચરણોમાં અર્પણ કર્યુ..

Advertisement
Advertisement
SSC મા 97.95 PR સાથે ઉત્તિર્ણ થઈ દયાનંદ નગરી (ટંકારા) નુ ગૌરવ વધાર્યુ.
શનિવારે રાજ્ય ના માધ્યમિક શિક્ષણ બોર્ડના જાહેર થયેલ પરીણામ મા ટંકારાની એમ.પી.દોશી હાઈસ્કુલ મા અભ્યાસ કરતા જય ધર્મેશભાઈ કક્કડ ન્યુ એસ એસ સી બોર્ડ મા  97.95 PR સાથે ઉત્તિર્ણ થયેલ છે. તેજસ્વી વિદ્યાર્થી જય ઉપર ચોમેરથી અભિનંદન શુભેચ્છા વર્ષા થઈ રહી છે. ટંકારા તાલુકા આમ આદમી પાર્ટીના મહામંત્રી ધર્મેશભાઈ કક્કડ નો પુત્ર જય કક્કડે શાળા અને ટંકારા તાલુકાનુ ગૌરવ વધારતા શાળા પરીવાર, બ્રહ્મસમાજ ઉપરાંત, અનેક સામાજીક, રાજકીય અને મિત્ર પરીવારોએ શુભેચ્છા પાઠવી હતી. આ તકે, જય કક્કડે પરીણામ મમ્મી મિતલબેન કક્કડ ના ચરણોમા અર્પણ કરતા કહ્યુ કે, મારી મા મારા ઉજ્જવળ ભવિષ્ય માટે સતત મારી સાથે લેખન વાંચન માટે ઉજાગરા કરીને મને સફળતા અપાવી છે. એટલે જ્વલંત સિધ્ધી નો સમગ્ર શ્રેય આજે મધર્સ ડે નિમિત્તે મમ્મી ને આપુ છુ..