ટંકારા: SSC મા 96.69 PR સાથે ઉત્તિર્ણ થઈ બ્રહ્મસમાજ નુ ગૌરવ વધાર્યુ.

Advertisement
Advertisement
બ્રહ્મસમાજ ની દિકરી ઈશ્ર્વરી ધોરણ ૧૦ મા ઉત્તિર્ણ થતા બ્રહ્મસમાજ પ્રમુખે.. શુભેચ્છા અભિનંદન પાઠવ્યા.
શનિવારે રાજ્ય ના માધ્યમિક શિક્ષણ બોર્ડના જાહેર થયેલ પરીણામ મા ટંકારાની નાસા સ્કુલ મા અભ્યાસ કરતી ઈશ્વરી  લલિતચંદ્ર દવે ન્યુ એસ એસ સી બોર્ડ મા  96.69 PR સાથે ઉત્તિર્ણ થયેલ છે. તેજસ્વી વિદ્યાર્થીની ઈશ્વરી ઉપર ચોમેરથી અભિનંદન શુભેચ્છા વર્ષા થઈ રહી છે. ટંકારા બ્રહ્મસમાજ પરીવાર ના સભ્ય લલિતચંદ્ર દવે ની પુત્રી ઈશ્વરી દવે એ શાળા, પરીવાર અને સમાજ નુ ગૌરવ વધારતા શાળા પરીવાર, બ્રહ્મસમાજ ઉપરાંત, અનેક હિતેચ્છુ મિત્ર પરીવારો એ શુભેચ્છા પાઠવી હતી. આ તકે, બ્રહ્મસમાજના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ ચી.ઈશ્વરી ને શુભેચ્છા અભિનંદન પાઠવી જણાવ્યુ હતુ કે, કર્મકાંડ થકી પરીવાર નો ગુજારો કરતા પિતા લલિતભાઈ ની પુત્રી બોર્ડ મા ઝળકી જ્વલંત સફળતા હાંસલ કરી સમાજ સંસ્થા અને દયાનંદ નગરી ટંકારાનુ ગૌરવ વધાર્યુ છે.