ટંકારાના લજાઈ નજીક કારની ઠોકરે બાઈક ચાલક આધેડનું મોત

Advertisement
Advertisement

 

ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થી બાઈક ચાલક આધેડ રોડ પર પટકાતા મોત નિપજ્યુ હતુ.

અકસ્માત સર્જવા કુખ્યાત બનેલા મોરબી રાજકોટ હાઈવે પર ફરી વધુ એક વખત અકસ્માત સર્જાયો હતો. જેમા, ટંકારા તાલુકાના નસીતપર ગામ ના માધવજીભાઈ અઘારા નામના આધેડ કોઈ કામ સબબ પોતાના ગામડેથી નિકળી રોડ પર પોતાના બાઈક નંબર જીજે ૩૬ પી ૮૫૦૯ પર પસાર થતા હતા એ વખતે ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે સ્વિફ્ટ કાર જીજે ૦૩ ડીજી ૫૦૩૧ ના ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ના બનાવથી બાઈક ચાલક આધેડ રોડ ઉપર પટકાયા હતા. અને ગંભીર ઈજા પામતા તેઓનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે મૃતકના પુત્ર ભગીરથભાઈ એ ટંકારા પોલીસમા અકસ્માત ના બનાવની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.