મોરબી તાલુકાના બેલા નજીક જુના ઝઘડાનો ખાર રાખી આ કામના આરોપીએ ફરિયાદી પર હુમલો કર્યો હોય ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હોય ત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા નજીક ફરિયાદી મુક્તાબેન હસમુખભાઈ ઉર્ફે લાલો ઉઘરેજીયા ઉ.30 રહે.તળાવીયા શનાળા નામના મહિલા સાથે થયેલ જુના ઝઘડાનો ખાર રાખી આરોપી ભરત વલ્લભભાઈ ઉઘરેજીયા રહે.ફુલઝર, જસદણ જિલ્લો રાજકોટ અને આરોપી સાગર ઉર્ફે ભુની કિશોરભાઈ ઉઘરેજીયા રહે.રૈયાધાર રાજકોટ વાળાએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.