મોરબીના યુવાનો બાઈકમાં જતા હોય ત્યારે પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવેલ જોવા મળ્યો હતો જે વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ મોરબી પોલીસ હરકતમાં આવી હતી જેમાં બે યુવાનો અને એક સગીરને પકડી પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે
મોરબીના યુવાનોએ પેલેસ્ટાઈનના ધ્વજ લગાવ્યા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરેલ હોય જે વિડીયો વાયરલ થતા મોરબી એસઓજી ટીમે તપાસ ચલાવી હતી અને મોરબીના વિસીપરામાં રહેતા યાસીન નુરમામદ મોવર (ઉ.વ.૨૯) નવાઝ અનવર મોવર (ઉ.વ.૨૪) રહે બંને વિસીપરા મોરબી અને એક સગીર સહિતના ત્રણને પોલીસે પકડી પૂછપરછ શરુ કરી હતી જેમાં પ્રાથમિક પૂછપરછમાં યુવાનોએ જણાવ્યું હતું કે ગત તા. ૨૮ એપ્રિલના રોજ હાજીપીર જતી વખતે ઈન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી પોસ્ટ કર્યો હતો ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલે છે અને પેલેસ્ટાઈન મુસ્લિમ દેશ હોવાથી લાગણીમાં આવી વિડીયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાની કેફીયાત આપી હતી
વિડીયો કચ્છના નખત્રાણા નજીક આવેલ પેટ્રોલપંપ નજીક બનાવ્યો હતો જેમાં પેલેસ્ટાઈનના ધ્વજ બાઈકમાં લગાવી વિડીયો બનાવી પોસ્ટ કર્યાનું ખુલ્યું છે જેથી પોલીસે ત્રણેયની સઘન પૂછપરછ શરુ કરી હોવાનું પણ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે