ટીંબડી ગામના પાટીયા નજીકથી બાઈક ની ચોરી

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા નજીકથી આ કામના ફરિયાદીના બાઈકની ચોરી થઈ હોય ત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે અજાણ્યા બાઈક ચોરને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક પાટીદાર રેસિડેન્સીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા ચેતનભાઈ ભગવાનજીભાઈ ટાંકનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.