વાંકાનેર ના રાજા વડલા ગામે બે મહિના પૂર્વે નજીવી બાબતે ઝઘડા બાદ સમાધાન થઈ ગયા હોવા છતાં આ કામના ફરિયાદી ને આરોપી એ ગાળો આપી માર મારતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે બે મહિના પૂર્વે નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ સમાધાન થઇ જવા છતાં ફરિયાદી અશ્વિનભાઈ હકાભાઈ સોલંકીને આરોપી દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા રહે.નવા રાજાવડલા વાળાએ ગાળો આપી માથાને ભાગે કડુ તેમજ લાકડાનો ધોકો મારી ઇજા પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.