રાજકોટ મોરબી હાઇવે પર લજાઇ નજીક દારૂની ખેતી મારવા નીકળેલ બે ઈસમોને ટંકારા પોલીસે બાતમી ના આધારે વોચ ગોઠવી ઝડપી લીધા છે ત્યારે તેમની પાસેથી કુલ 2.69 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે બાતમીને આધારે રાજકોટ-મોરબી હાઇવે ઉપર લજાઈ નજીક આવેલ ચીલફિલ કારખાના પાસે વોચ ગોઠવી GJ-01-RD-7157નંબરની આઈ ટવેન્ટી કાર અટકાવી તલાસી લેતા કારમાં સવાર આરોપી રવિભાઇ ભાવેશભાઇ રામાનુજ, રહે- લજાઇ મેઇનબજાર તા. ટંકારા અને આરોપી મનિષભાઇ પ્રભાતભાઇ વિઠલાપરા,રહે- ધ્રવનગર તા.ટંકારા વાળાના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કી તથા વ્હીસ્કીની 103 બોટલ કિંમત રૂપિયા 33,880, મેજીક મુવમેન્ટ વોડકાની 72 બોટલ કિંમત રૂપિયા 23,760, વ્હાઇટ લેક વોડકાના ચપલા નંગ- 43 કિંમત રૂપિયા 4300 તેમજ અલગ અલગ બ્રાન્ડના બીયર ટીન નંગ- 72 કિંમત રૂપિયા 7200 મળી કુલ રૂપિયા 69,060નો દારૂ બિયર તેમજ રૂપિયા 2 લાખની કિંમતની કાર મળી પોલીસે 2,69,060નો મુદામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.